Fri. Oct 18th, 2024

ઉના બસ સ્ટેશનમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો,47 લાખ રોકડ તેમજ 18 લાખનાં દાગીના સહિત હીરાની લૂંટ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં લૂંટની ઘટના સામે આવી છે. ઉના બસ સ્ટેન્ડમાં 5થી 6 લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 47 લાખથી વધુની લૂંટ ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. સોના-ચાંદીના દાગીના, અંદાજે 18 લાખના હીરા સહિત રોકડ રકમનો સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી લૂંટારૂઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

ઉના બસ સ્ટેન્ડમાં આંગડિયા કર્મચારી ઉનાથી ભાવનગર જઈ રહ્યો હતો. આ દરમિયાન લૂંટારાઓએ ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારાઓ 47 લાખથી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસને આ ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે.

ઉનામાં વહેલી સવારે થયેલી લૂંટની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી કાર મળી આવી છે. ભાવનગર રોડ પર ગરાળના પાટિયા નજીક બિનવારસુ હાલતમાં આ કાર મળી આવી છે. લૂંટારાઓ આ કાર છોડીને ભાગી ગયા હોવાની શક્યતા છે.

Related Post

Verified by MonsterInsights