અમદાવાદના ગુરુદ્વારામાં બ્લાસ્ટ કરવાનો મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ અને આખરે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.સોની પિકસચર્સ પ્રા. લી.ને એક મેલ મળ્યો કે

it’s inform that ki ahmedabad guurdwara me blast hone waala he. Wo bhi rafel airceraft se. AAP YE BAAT sony channel me NP siing ko information send kar dena. Over and out. rafel airceraft ka payment ahmedabad se kiya gaya he.

આ પ્રકારનો બૉમ્બ બ્લાસ્ટનો મેસેજ કર્યો હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ટેક્નિકલ ટીમે તપાસ શરૂ કરી હતી.  આવો ધમકી ભર્યો ઈમેલ કરનારની ટેક્નિકલ ટીમે તપાસ કરતા જીમેઇલ પરથી મેઈલ કરનારની શોધખોળ હાથ ધરાઈ હતી.

શાહીબાગનો નિલેશ પરમાર મેઈલ કરનાર હોવાનું સામે આવ્યું હતું. જેથી ક્રાઇમબ્રાન્ચની ટીમે તપાસ કરીતો આરોપી શાહીબાગ ખાતેના ઘરે મળી આવ્યો નહોતો. આખરે વધુ તપાસ કરતા આરોપીને ચાંદખેડામાંથી શોધી કઢાયો હતો. આરોપીએ જીમેઇલમાંથી આ મેઈલ કર્યો હતો. જેમાં ગુરુદ્વારામાં બ્લાસ્ટ થવાનો છે અને તે રાફેલથી થવાનો છે જેનું પેમેન્ટ અમદાવાદથી કરાયું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આરોપીને પકડી તેને ક્રાઇમ બ્રાન્ચ લવાયો હતો.

ત્યાં તેની પૂછપરછ કરાતા આરોપી વર્ષ 2013માં ટીવી સિરિયલના ડિજિટલ પ્રોજેકટ માટે મુંબઈ ખાતે સોની ટીવીની ઓફિસે ગયો હતો. જ્યાં તેને પ્રવેશ આપ્યો નહોતો અને આજદિન સુધી તેને ન બોલાવતા તેણે આ ધમકીભર્યા મેસેજ કર્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights