ઝાલોદ નગરના રહેવાસી નૈતિકકુમાર રમેશચંદ્ર પટેલ જે પંચશીલ સોસાયટીમા રહે છે અને તે પંચમહાલ ડેરીના ઘી અને દૂધનો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ,તારીખ 11/04/2022 ના રોજ સવારે આસરે 10:45 વાગે ડેરીની રોકડ સિલક 384000 અને આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ચાર ATM તથા ક્રેડિટ કાર્ડ અને બરોડા ગ્રામીણ બેંકનો ચેક જે સહી કરેલ હતો જે કાપડની થેલીમા મૂકી તેમની ગાડી ઇકો GJ20AH5462 મા ઘરેથી લઈને લીમડી આવેલ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમા પંચમહાલ ડેરીના ખાતામાં 114000 ભર્યા હતા અને બાકીના પૈસા 270000 તથા 2 કેરેટ છાશ લઈને આસરે 12 વાગે ઝાલોદ મુવાડા ચોકડી ઊપર આવેલ મનોજભાઈ પટેલની કરિયાણાની દુકાને છાશના 2 કેરેટ આપવા ઇકો ગાડી તેમની દુકાનની સામે રોડ ઉપર ઉભી રાખી મનોજભાઈને છાશના 2 કેરેટ આપવા ગયેલ અને પાછા ફરતાં ઇકો ગાડીની ખાલી સાઈડની શીટ પર કાપડની થેલીમા મૂકી રાખેલ રોકડા રૂપિયા 270000 અને ઓરિજિનલ દસ્તાવેજો ગાડીમા જોવા મળેલ નહીં આથી કોઈ ચોર ચોરી ગયેલ આ અંગેની ફરિયાદ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં નૈતિકભાઇ પટેલ દ્વારા આપવામાં આવેલ છે
ઉપર મૂજબની ઘટનાની તાત્કાલિક માહિતી ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આપતા ACP સાહેબ અને PSI સાહેબને આપતા તેમણે તાત્કાલીક અસરથી ચારે બાજુ તપાસ પોલિસ સ્ટાફને સાથે રાખી કરી હતી ,આમ પોલિસ સ્ટાફ દ્વારા ખુબજ સુંદર કામગીરી કરેલ હતી