શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. ઘણીવાર લોકો તેના વર્તનના વખાણ કરતા જોવા મળે છે. ફિલ્મમાં તેની સાથે કામ કરનારા કો-એક્ટર તેને ખૂબ સારો સપોર્ટ ગણાવે છે. પરંતુ હાલમાં જ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ કિંગ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ આરોપોમાં તે કહેવા માંગે છે કે તેણે શાહરૂખ ખાનને તેના ખરાબ સમયમાં મદદ કરી હતી પરંતુ બદલામાં તેણે તેમને ‘થેન્ક્યૂ’ પણ ન હતું કહ્યું.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આર્યન ખાનના મામલામાં એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યું કે તેણે આ મામલે શાહરૂખ ખાનની મદદ કરી હતી પરંતુ બદલામાં અભિનેતાએ એક વખત પણ ‘થેન્ક્યૂ’ ન કહ્યું. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે જ્યારે આર્યન ખાન ડ્રગ્સના કેસમાં ફસાયો ત્યારે તેણે શાહરૂખ ખાનને મદદનો હાથ લંબાવ્યો પરંતુ કિંગ ખાને થેન્ક્યૂ કહેવાનું પણ જરૂરી ન માન્યું.
શત્રુઘ્ન સિન્હાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આર્યન ખાનનો મામલો સામે આવ્યા બાદ દરેક માતા-પિતાને લાગ્યું કે તેઓ શાહરૂખને કોઈપણ રીતે મદદ કરી શકે છે. આર્યન ખાન સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું હતું તે જોઈને દરેકનું દિલ તૂટી ગયું હતું. તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને તાજેતરમાં મુંબઈના પ્રખ્યાત ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. NCBની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીનચીટ મળી છે. NCBએ 27 મેના રોજ NDPS કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી આ ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નહોતું. ડ્રગ્સ કેસમાં આર્યન સામે કોઈ પુરાવા ન મળ્યા બાદ તેનું નામ આ ચાર્જશીટમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.