બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનો ભાઈ તથા વિલન શક્તિ કપૂરનો દીકરો સિદ્ધાંત ડ્રગ્સ કેસમાં પકડાયો છે. બેંગલુરુ પોલીસે સિદ્ધાંતની અટકાયત કરી છે. શક્તિ કપૂરને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે એમ કહ્યું હતું કે તેઓ મુંબઈમાં છે અને તેમને ખ્યાલ જ નથી કે શું બની રહ્યું છે.
તેમને માત્ર ટીવી ચેનલ્સના માધ્યમથી આ સમાચારની જાણ થઈ છે. તેમને એટલી ખબર છે કે દીકરાની ધરપકડ કરવામાં આવી નથી અને તેની માત્ર અટકાયત થઈ છે.
શક્તિ કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે સિદ્ધાંત શા માટે બેંગલુરુ ગયો હતો? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમનો દીકરો DJ છે અને તે પાર્ટીમાં ગીતો વગાડે છે.
આ જ કારણે તે બેંગલુરુ ગયો હતો. વધુમાં શક્તિ કપૂરે કહ્યું હતું કે તે જલ્દીથી દીકરા સાથે વાત કરશે અને તમામ માહિતી જાણશે, પરંતુ તેમને લાગે છે કે આ સાચું હોઈ શકે નહીં.
આપને જણાવી દઈએ કે, 37 વર્ષીય સિદ્ધાંત 12 જૂન, રવિવારના રોજ મુંબઈથી બેંગલુરુ ગયો હતો. મોડી રાત્રે પાર્ટીમાં દરોડા પડ્યા હતા. નવાઈની વાત એ છે કે કપૂર પરિવારને એ વાતની પણ જાણ નથી કે તેમનો દીકરો સિદ્ધાંત કઈ હોટલમાં રોકાયો છે.