સુશાંત સિંહ રાજપૂત એ કલાકાર જેના ચહેરાની સ્મિતથી તેમના લાખો-કરોડો ફેન્સના હ્રદયમાં ઠંડક પહોંચતી હતી. સુશાંતે ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીથી જ પોતાની એક્ટિંગ સ્કિલસ અને સ્ક્રિન પ્લેથી લોકોના મનમાં પોતાની જગ્યા બનાવી હતી. અને ટેવીવિઝન ઈન્ડસ્ટ્રીનો આ સિતારો જોત જોતામાં 70 એમએમના પડદા પર છવાયો હતો. આ સિતારો 14 જૂન 2020ના રોજ તૂટી પડ્યો.
તેમના ફેન્સ દિલને ઠંડક પહોંચાડતો ચહેરો 14 જૂના 2020ના રોજ તે જ ફેન્સને રડાવી ગયો. કારણ સુશાંતના જીવનનું અંત થયો હતો. એક એવો અંત જેનાથી અનેક વિવાદ ઉભા થયા. સુશાંતની મોત આજે પણ વણઉકેલાય્લી ફિલ્મી સ્ટોરી જેવી ઘટના છે. કેમ કે સુશાંતનું મૃત્યુ હત્યા હતી કે આત્મહત્યા? તેનો જવાબ આજ સુધી કોઈને પણ નથી મળ્યો..
14 જૂન 2020ના રોજ સુશાંતના બાન્દ્રના ઘરેથી તેની ઘરની છત સાથે લટકેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે જોતા મુંબઈ પોલીસે આ કેસને એક આપઘાત કેસ હોવાનું માની તપાસ શરૂ કરી. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે સુશાંતે આપઘાત જ કર્યું હતું. વિસેરા રિપોર્ટમાં પણ એવું જ સામે આવ્યું હતું.
જોકે, 26 જુલાઈના રોજ સુશાંતના પરિવારે ઝીરો નંબરથી પટના પોલીસ સ્ટેશનમાં રિયા ચક્રવર્તી અને અન્ય 5 લોકો વિરૂદ્ધ સુશાંતને આપઘાત કરવા માટે ઉશ્કેર્યો હોવાની ફરિયાદ નોંધાવી. જે બાદ શરૂ થયો ખેલ.. એક એવો ખેલ જેમાં ઝળહળતા બોલીવૂડના અનેક એવા કાળા સત્ય લોકો સામે બહાર આવ્યા. નરી આંખે તે સત્ય જોઈ શકાતા હતા, પણ કાયદાકીય ભાષામાં વાત કર્યે તો તેનો કોઈ મતલબ ન હતો.