Tue. Dec 24th, 2024

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી, 5 પૂજારી સહિત 13 દાઝ્યાં

Ujjain Fire News | મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી ગઇ હતી. માહિતી અનુસાર આ દુર્ઘટનામાં પાંચ પૂજારી અને 8 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

કેવી રીતે લાગી આગ? 

જ્યારે આરતી દરમિયાન ગુલાલ નાખવામાં આવ્યો ત્યારે આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગર્ભગૃહમાં ધૂળેટીના કારણે કવર લગાવાયા હતા. જેણે આગ પકડી લીધી હતી અને તે શ્રદ્ધાળુઓ પર પડ્યો હતો. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં તમામની હાલત સ્થિર હોવાનું મનાય છે.

ઘટનાની તપાસ કરાશે 

ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે સવારે ભસ્મ આરતી દરમિયાન આગનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પૂજા ચાલી રહી હતી. આ આગમાં 13 લોકો દાઝી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights