ઋતા દુધાગરાનો આક્ષેપ – રૂપિયાની લાલચમાં ન આવતાં પરિવાર દ્વારા દબાણ કરાવાતા મારે છૂટાછેડા લેવા પડ્યા ઋતા દુધાગરાના પતિ ચિરાગે ભાજપ પાસે 25 લાખ લીધા હોવાનો આરોપ
સુરત : આગામી દિવસોમાં સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી નિશ્ચિત છે, ત્યારે ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દ્વારા આપ પાર્ટીની મહિલા નગર સેવકને ભાજપમાં જોડાવાની ધમકી આપે છે. ધારાસભ્ય દ્વારા તેમને ભ્રમિત કરવા અને પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેના પગલે AAP એ નજીકના ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
સુરતમાં 25 જૂને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાવાની છે. દસ ભાજપ અને આપના બે ઉમેદવારો સામસામે આવી રહ્યા છે. જેમાં ભાજપ તરફથી વધુ એક ઉમેદવાર ઉભા થયા છે. પરિણામે શિક્ષણ સમિતિની ચૂંટણી હવે નિશ્ચિત થઈ ગઈ છે. ‘આપ’ એ આરોપ લગાવ્યો છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા આપ પાર્ટીના નગરસેવકો અને કાર્યકરોને ધમકાવી રહ્યું છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ની મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ આરોપ લગાવ્યો છે કે કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્યએ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાની ધમકી આપી હતી. પતિ ચિરાગ તેના માટે વારંવાર ભાજપમાં જોડાવા માટે દબાણ લાવી રહ્યો હતો. પક્ષ છોડીને ભાજપમાં જોડાવા અનેક લાલચ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આપ મહિલા નગર સેવક ઋતા દુધાગરાએ જણાવ્યું છે કે ભાજપ દ્વારા તેમને બદનામ કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે માટે કાનૂની કાર્યવાહી માટે તૈયારીઓ કરવામાં આવી છે. જોકે હવે આવનારા દિવસોમાં આ મુદ્દો રાજનીતિમાં ગરમાવો આવે તો નવાઈ નહીં.