Mon. Dec 23rd, 2024

AHMEDABAD : ગીર અભયારણ્યમાં રેલ્વે નેટવર્ક અને તેની વન્યજીવ સૃષ્ટિ પર થતી અસરની વિગતો રજૂ કરો, હાઇકોર્ટનો રેલ્વે મંત્રાલયને આદેશ

news18.com

AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રના રેલ્વે મંત્રાલયને ગીર અભયારણ્ય માં રેલ્વે નેટવર્ક અને તેની વન્યજીવ સૃષ્ટિ પર થતી અસરની વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે. સિંહોના અકાળ મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટે આ હુકમ કર્યો છે.

હાઈકોર્ટે રેલવે મંત્રાલયને ગીર અભયારણ્યમાંથી પસાર થતી રેલવે લાઇન અંગે વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ ટ્રેનની અડફેટે આવતા કેટલા સિંહોના મોત થયા ગીર અભયારણ્યમાં ચાલતી ટ્રેનોની વિગતો, મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવા અંગેની પ્રપોઝલની વિગતો પણ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

સાથે જ રેલવે લાઇનના કારણે વન્યજીવ સૃષ્ટિ અને સિંહો પર પડતી અસરો બાબતે પણ કોર્ટે વિગતો રજૂ કરવા હુકમ કર્યો છે. સિંહોના અકાળ મૃત્યુ મામલે થયેલી જાહેર હિતની અરજીની સુનવણીમાં રેલવે લાઇનને બ્રોડ ગેજ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી નહીં હોવાનો કોર્ટમાં ખુલાસો થયો છે.

ગીર અભયારણ્યમાં પસાર થનાર રેલવે લાઈન, ઓઈલ અને ગેસની પાઇપલાઇન તેમજ ઇલેક્ટ્રિક થાંભલાઓ નાખવા અંગેની પ્રપોઝલ્સથી વન્યજીવ સૃષ્ટિ અને સિંહોને નુકસાન થશે તેવો કોર્ટ મિત્રએ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો છે. જેની સામે હાઈકોર્ટે પૂરતી વિગતો સાથે રેલવે મંત્રાલય 12 ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરે તેવો આદેશ કર્યો છે.

Related Post

Verified by MonsterInsights