Fri. Dec 27th, 2024

AHMEDABAD / દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ, DyCM નીતિન પટેલેનું નિવેદન

AHMEDABAD : કોરોના રસીકરણ મહાઅભિયાનમાં ગુજરાતને વધુ એક સિદ્ધી મળી છે. 16 ઓગષ્ટના દિવસે ગુજરાતમાં કુલ 4 કરોડ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું. આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે કેન્દ્રમાં મનસુખબી માંડવીયા આરોગ્યપ્રધાન બન્યા બાદ બંને મહાનુભાવો વચ્ચે સતત વાતચીત થતી રહે છે.

જેથી વધુમાં વધુ ગુજરાતીઓને રસી આપી વહેલી તકે સલામત કરી શકીએ. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે પહેલા કેન્દ્ર સરકાર તરફથી કોરોના વેક્સિનના 3 થી 4 લાખ ડોઝ મળતા હતા, હવે છેલ્લા ઘણા સમયથી સરેરાશ 6 લાખ ડોઝ મળી રહ્યાં છે. આ ડોઝ જુદા જુદા રસીકરણ કોન્દ્રો પર નાગરીકોને આપવામાં આવી રહી છે.


અત્યારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ પાસે લગભગ 13 લાખ જેટલો વેક્સિનનો જથ્થો હાથ પર છે. એમાંથી આજે રસીકરણની જે પ્રક્રિયા શરૂ છે, જેમાં આજે સાંજ સુધીમાં 6 લાખ જેટલા નાગરીકોને રસી આપવામાં આવશે. જો આ રીતે રસીકરણ ચાલું રહ્યું તો ગુજરાત વહેલી તકે રસીકરણની કામગીરી સફળતાપૂર્વક પાર પડી શકે છે.

DyCM નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં 4 કરોડ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આ ઉપરાંત દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. વસ્તીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે છે. આ બે રાજ્યો મોટા હોવાથી તેઓ રસીકરણમાં ગુજરાત કરતા આગળ છે, પરંતુ ગુજરાત દર 10 લાખ રસીકરણમાં દેશમાં પ્રથમ ક્રમે છે.

 

Related Post

Verified by MonsterInsights