Ahmedabad : રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે.

હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ 12માં એલસી આપવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત ધોરણ-10 અને 12ની પરીક્ષા પધ્ધતિ અત્યારથી જ જાહેર કરવામાં આવે તેવી રજુઆત પણ કરી છે.


વર્તમાન પ્રથામાં ધોરણ-9, 10 માધ્યમિક અને ધોરણ-11, 12ને ઉચ્ચતર માધ્યમિકના વર્ગો તરીકે ચાલે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ-9થી 12ને એક જ નામ હેઠળ સમાવીને માધ્યમિક શિક્ષણ જાહેર કરવામાં આવી છે. અને ભાર વગરના ભણતરને ધ્યાને રાખીને ધોરણ-9થી 12માં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાનું સૂચન કર્યું છે.

આમ થવાથી ધોરણ-9થી 12ના 4 વર્ષના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીને કુલ 8 પરીક્ષામાંથી ઉત્તિર્ણ થવાનું રહે અને તેને નીચેના વર્ગની એટીકેટીનો પણ લાભ મળે.

 

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights