રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તમામ રાજ્યના ઉદ્યોગો એકમોને ફાયર વિભાગે એક મહત્વનો પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં હવે ફાયર વિભાગ ઉદ્યોગોને NOC નહીં આપે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોઁધનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર NOC મુદ્દ રાજ્ય સરકાર ઝાટકણી કાઢી હતી. જ્યારે હવે ઉદ્યોગ એકમોને ફાયર NOC કોણ આપશે તે હજુ સ્પષ્ટ થયું નથી.
રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો
હવે ફાયર વિભાગ ઉદ્યોગ એકમોને NOC નહી આપે
ફાયર વિભાગને ઉદ્યોગિક એકમ ફાયર NOC થી બાકાત કરાયું
હવે ઉદ્યોગ એકમોને ફાયર NOC કોણ આપશે
ઉદ્યોગ વિભાગ દ્વારા NOC આપવાની હિલચાલ
સવાલ ઉભો થયો કે ફાયર વિભાગની જગ્યાએ ફેક્ટરી ઇન્સ્પેક્ટર હવે NOC આપશે
હાઇકોર્ટ દ્વારા ફાયર NOC મુદ્દ રાજ્ય સરકાર કાઢી હતી ઝાટકણી
ઉદ્યોગ વિભાગ દ્વારા NOC આપવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના ઉદ્યોગ એકમ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે એ સવાલ ઉભો થયો છે કે, કોણ આપશે NOC, જેમાં રાજ્યના ફાયર વિભાગની જગ્યાએ ફેક્ટરી ઇન્સ્પેક્ટર હવે NOC આપશે.