Sun. Dec 22nd, 2024

BIG NEWS : અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં એક ઈમારત ધરાશયી થવાના સમાચાર પ્રાપ્ત થયા છે

અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેમાં શહેરના જમાલપુર વિસ્તારમાં એક ઈમારત ધરાશયી થવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જમાલપુરમાં કાજીનાં ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશયી થઈ છે. ઈમારત ધરાશયી થતા ચારે તરફ નાસભાગ સર્જાઈ છે. હાલમાં આ મામલે સત્તાવાર કોઈ વિગતો પ્રાપ્ત નથી પણ તંત્રમાં દોડધામ મચી છે. હોકા બાઝ બિલ્ડિંગની ઇમારતમાં અનેક લોકો રહેતા હતા પણ બિલ્ડિંગમાંથી જ ગઈકાલે લોકોને હટાવી લેવામાં આવ્યા હતા. જેને પગલે કોઈ જાનહાની થયાના અહેવાલો નથી.

અમદાવાદમાં મહામારી વચ્ચે જમાલપુરમાં સર્જાયેલી તબાહી વચ્ચે કેટલા લોકો ફસાયા છે તેવી વિગતો હજુ સુધી મળી નથી. જમાલપુરમાં આ બહુ જ સાંકડો એરિયા હોવાથી તંત્રને અહીં પહોંચતાં નાકે દમ આવે તેવી પણ સંભાવના છે. હાલમાં સ્થાનિક લોકોએ અહીં ફસાયેલા લોકોને બચાવવાની કોશિષ શરૂ કરી છે.

નવી જ બિલ્ડીંગ એકાએક ધરાશયી થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્ર સહિત પોલીસનો કાફલો હાલમાં જમાલપુર દોડી ગયો છે. શક્યતા એવી પણ છે કે લોકોએ આ બિલ્ડીંગ ખાલી પણ કરી દીધી હોય પણ હાલમાં જો અને તો ની સ્થિતિ વચ્ચે જમાલપુરમાં 5 માળની બિલ્ડીગ ધરાશયી થયા હોવાના અહેવાલો છે.

લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઇમારતમાં અનેક લોકો રહેતા હતા. અત્યંત ગીચ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ છે. ગઈકાલે તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતમાં કહેર મચાવ્યો હતો. ઘણી જગ્યાએ વૃક્ષો પણ પડવાના સમાચાર સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઈમારત પત્તાની માફક ધરાશયી થઈ હતી. હાલ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

Related Post

Verified by MonsterInsights