Mon. Dec 23rd, 2024

BIG NEWS / સીએમ રૂપાણીના અધ્યક્ષતામાં મહત્વનો નિર્ણય, તમામ મંત્રીઓને આ આદેશ આપ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ તમામ મંત્રીઓને બંને જિલ્લાના પ્રવાસની સૂચના આપી છે. પ્રભારી જિલ્લા સિવાયના અન્ય જિલ્લાઓની સ્થિતિ જાણવા મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.

તમામ મંત્રીઓએ જિલ્લામાં જવું પડશે અને લોકોની સમસ્યાઓ વિશે માહિતી મેળવવી પડશે

તમામ મંત્રીઓ જિલ્લામાં જશે અને લોકોની સમસ્યાઓ વિશે માહિતી મેળવશે, જિલ્લા વહિવટ સાથે બેઠક કરશે, જિલ્લા ભાજપ સંગઠન સાથે બેઠક કરશે.

પ્રધાનોએ આગામી કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાનને રિપોર્ટ આપવાનો રહેશે. આ બાબતે એક મહત્વપૂર્ણ નિર્ણય લોકોમાં રહેલો રોષને દૂર કરવા કેબિનેટમાં લેવામાં આવ્યો છે.

આજે યોજાઇ હતી મહત્વની કેબિનેટ બેઠક

રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ રથયાત્રા માટે મંજૂરી આપવી કે નહીં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. તદુપરાંત રાજ્યમાં વેક્સિનના ઘટતા ડોઝ મામલે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું

Related Post

Verified by MonsterInsights