Sat. Dec 21st, 2024

DAHOD- ચંદ્રશેખર આઝાદ જયંતી નિમિત્તે ભવ્ય બાઈક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ.

યુવક બોર્ડ દ્વારા આયોજિત ચંદ્રશેખર આઝાદ ની જયંતી નિમિત્તે ભવ્ય રેલીને પ્રસ્થાન કરાવતાશ્રી શંકરભાઈ અમલીયાર


આજરોજ શહિદ અમર ચંદ્રશેખર આઝાદ ની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા મોટરસાઇકલ નમન રેલી ગરબાડા થી શહિદ અમર શાહિદ ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ આઝાદ નગર મધ્યપ્રદેશ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા મોટરસાઇકલ રેલી આયોજિત થઇ હતી આ રેલીને સ્વાગત કરવા તેમજ પ્રસ્થાન કરાવવા જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી શંકરભાઈ અમલીયાર સાથે ભાજપના જિલ્લા મંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોની અને શ્રી કનૈયાલાલ કિશોરી ની ઉપસ્થિતિ રહી હતી આ મોટરસાઇકલ રેલી ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ના ઝોન સંયોજક શ્રીમનોજભાઈ કિંકલાવાલા , યગ્નેશભાઈ પંચાલ , સુનિલભાઈ પટેલ ના આયોજન હેઠળ કરવામા આવ્યુ હતુ.

યુવાનો મા પ્રોત્સાહન વધે અને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે યુવાનો પોતાનું સમસ્ત ન્યોછાવર કરી દે તે ભાવના જગાવવા માટે શહિદ અમર ચંદ્રશેખર આઝાદના માર્ગ ઉપર ચાલી યુવાનો આગળ વધે તે અર્થે રાખવામાં આવી હતી


શ્રી શંકરભાઈ અમલીયાર એ જણાવ્યું હતું કે યુવાનો જો ધારી લે તો કાંઈ પણ વસ્તુ અશક્ય નથી સમાજનું સંગઠન રાષ્ટ્ર પ્રત્યે નો પ્રેમ ભારતમાતા ને પરમ વૈભવ શિખર પર પહોંચાડવા આજ આપણા યુવા દેશ અને યુવાધન એક મહત્ત્વની કડીરૂપ છે આવનારા સમયમાં આપણા આ જુવાન કાર્યકર્તાઓ થકી ડગલેને પગલે ભગવો લહેરાવવા નો છે જેથી આપ સૌ કાર્યકર્તાઓને અને યુવાનોને મારો આહ્વાન છે કે દરેક જાતના વ્યસન છોડી આધુનિક જમાના સાથે સમયનો બચાવ કરી આપણા જીવનનો એક એક ક્ષણ આપણે ભારતમાતા ને વિશ્વ ગુરુ બનાવવા ન્યોછાવર કરી દઈએ તેવું શ્રી અમલીયાર જીએ કહ્યું હતું.વક્તા તરીકે ધ્રુપાલભાઈ એ જીવન વિશે જણાવ્યું હતું. ત્યારબાદ મોટર સાયકલ રેલી સાથે જોડાઇ આઝાદ નગર પહોંચી અને શ્રી ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી અને ચંદ્રશેખર આઝાદ ના નિવાસસ્થાન પર બનાવેલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.

Related Post

Verified by MonsterInsights