Sat. Dec 21st, 2024

ELECTION UPDATE: ગુજરાતની 25 બેઠકો પર સવારના 11 વાગ્યા સુધીમાં સરેરાશ 24.35 ટકા મતદાન તો ક્યાંક મતદાન મથક પર EVMમાં ખામી સર્જાઈ

આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.

ગુજરાતમાં 25 લોકસભા અને પાંચ વિધાનસભા માટે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ ઈવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મોરબીમાં કન્યા છાત્રાલયમાં ઈવીએમ મશીન બગડતા મતદાન અટક્યું હતું. આ ઉપરાંત વડોદરાના સાવલીના કરચીયા ગામમાં બે મતદાન મથક પૈકી એક બૂથ પર ઈવીએમમાં ખામી સર્જાઈ હતી. આ સિવાય નવસારીમાં બૂથ નંબર નવ અને ભાવનગરમાં બૂથ નંબર 225 પર ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન અટક્યું હતું.

બેઠક ટકાવારી

અમદાવાદ પૂર્વ 8.03%

અમદાવાદ પશ્ચિમ 7.23%

અમરેલી 9.13%

આણંદ 10.35%

બારડોલી 11.54%

ભરૂચ 10.78%

બનાસકાંઠા 12.28%

ભાવનગર 9.20%

છોટા ઉદેપુર 10.27%

દાહોદ 10.94%

ગાંધીનગર 10.31%

જામનગર 8.55%

જૂનાગઢ 9.05%

ખેડા બેઠક 10.20%

કચ્છ બેઠક 8.79%

મહેસાણા 10.14%

નવસારી 9.15%

પોરબંદર 7.84%

પંચમહાલ 9.16%

પાટણ 10.42%

રાજકોટ 9.77%

સાબરકાંઠા 11.43%

સુરેન્દ્રનગર 9.43%

વડોદરા 10.64%

વલસાડ 11.65%

Related Post

Verified by MonsterInsights