Gandhinagar : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. રૂપાણી સરકારના 9 દિવસના કાર્યક્રમ બાદ હવે ભાજપ “જનસંપર્ક અભિયાન’ શરૂ કરશે. આ કાર્યક્રમ જન આશીર્વાદ યાત્રા’માં કેન્દ્રીય પ્રધાનો સાથે રાજ્યના પ્રધાનો પણ સંગઠનમાં જોડાશે. 16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય પ્રધાનો સાથે રાજ્યના પ્રધાનો પણ જોડાશે.
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની યાત્રામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાશે. તો, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની યાત્રામાં આર.સી.ફળદુ, કૌશિક પટેલ અને કિશોર કાનાણી જોડાશે.
કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશની યાત્રામાં ગણપત વસાવા, ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, ઈશ્વરસિંહ પટેલ અને રમણ પાટકર જોડાશે. તો, કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ સાથે દિલીપ ઠાકોર, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, બચુભાઈ ખાબડ જોડાશે.
કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરાની યાત્રામાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, કુંવરજી બાવળીયા, પ્રદીપસિંહ જાડેજા, વિભાવરીબેન દવે જોડાશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારના પ્રધાનો પોતાના મતવિસ્તાર અને પ્રભારી જિલ્લાઓ પ્રમાણે યાત્રામાં જોડાશે.