ગાંધીનગર : રાજ્યમાં ચાલી રહેલા કોરો સંક્રમણને કારણે બાળકો શાળાએ ન આવતા હોવા છતાં આખો દિવસ સ્કૂલનો સમય રાખવામાં આવ્યો હતો. જેથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો હતો. જે અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગ કરી હતી કે જુલાઇ થી શાળાઓનો સમય સવારનો કરવામાં આવે, માંગ સ્વીકારી લેવામાં આવી છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને 31 જુલાઇ સુધી શાળાનો સમય સવારનો કરવાની સૂચના આપી. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રીજી તરંગ બાળકોને ચેપ લગાવી શકે છે. તો રાજ્યમાં કોરોના વાયરસના ઘટતા કેસો છતાં શાળાઓ ખોલવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.