Sat. Dec 21st, 2024

GUJARAT CORONA UPDATE : કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 2 હજારથી નીચે પહોંચી

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 2 હજારથી નીચે પહોંચી ગઈ છે. તો બીજી તરફ મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે અને સાજા થતા દર્દીઓની સંખ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,681 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 4,721 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 94.79 ટકાએ પહોંચ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 32,345 એક્ટિવ દર્દી છે, જે પૈકી 496 લોકો વેન્ટિલેટર પર છે અને 31,849 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 7,66,991 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,833 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયા છે.

આ ઉપરાંત વડોદરામાં 1, સુરતમાં 1, પચંમહાલમાં 1, બનાસકાંઠામાં 1, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, મહેસાણામાં 1, મહિસાગરમાં 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 18 દર્દીઓના મોત થયા છે.

Related Post

Verified by MonsterInsights