Sat. Dec 21st, 2024

IOC વડોદરામાં સ્થાપશે રૂ. ર૪ હજાર કરોડના રોકાણોના ૬ પ્રોજેકટસ, ઉભી થશે રોજગારી તકો

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MoU ગાંધીનગર માં કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MoU ગાંધીનગર માં કરવામાં આવ્યા હતા. આ MoU પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તેમજ આઇ.ઓ.સી.એલ.ના ચેરમેન એસ. એમ. વૈદ્યએ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વતી હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાત માં આ પ્રોજેકટસની સ્થાપના થવાથી રપ હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારીની તકો પ્રાપ્ત થશે.

ગુજરાત માં રૂ. ર૪ હજાર કરોડ (એટલે કે ૩.૩ બિલીયન યુ.એસ. ડોલર્સ)ના રોકાણોના ૬ પ્રોજેકટસ વડોદરા માં શરૂ થવાના છે. આ પ્રોજેકટસ માં LuPech Project for petrochemicals, Acrylics-Oxo Alcohol Project at Dumad, Infrastructure for KAhSPL at JR & Dumad, Shifting of LAB TTL Facility in Dumad, New Flare at JR and Hydrogen dispensing facilityનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત ઓઇલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ આ પ્રસંગે કર્યો હતો. મુખ્યમંત્રી (CM) એ જણાવ્યું કે, પારદર્શી પોલિસીઝ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ અને ઊદ્યોગોને સાનુકૂળ વાતાવરણને પરિણામે ગુજરાતે કોરોના મહામારીના કપરા કાળ છતાં સતત ચોથા વર્ષે દેશભરમાં સૌથી વધુ FDI મેળવનારા રાજય તરીકેનો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

આઇ.ઓ.સી.એલ દ્વારા થનારૂં આ રોકાણ આવનારા દિવસોમાં ગુજરાત ને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે વધુ સક્ષમ બનાવશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. તેના મૂળમાં ધર્મેન્દ્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાજ્યના સર્વગ્રાહી વિકાસ માટે અપનાવેલા નવતર આયોજનો છે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રોજેકટસના ખાતમૂર્હત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે ત્વરાએ સંપન્ન કરાવીને પ્રોજેકટસ સમયસર પૂર્ણ કરાશે. તેમણે કોરોના-કોવિડ મહામારીમાં ગુજરાતે પોતાની ઓક્સિજનની જરૂરિયાત સન્તુલિત રાખીને દેશના અન્ય રાજ્યોને પણ ઓક્સિજન પૂરો પાડયો અને કોવિડ-19માં જે હેલ્થ મેનેજમેન્ટ કર્યુ તે માટે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

Related Post

Verified by MonsterInsights