Sun. Dec 22nd, 2024

JUNAGADH ની બે બહેનો વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયેલની સેનામાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

જિલ્લાના માણાવદર તાલુકાના નાનકડા કોઠડી ગામના મુળ વતની એવો મેર પરિવાર હાલ ઇઝરાયેલમાં સ્થાયી થયો છે અને ત્યાં કરિયાણાના સ્ટોરનો વ્યવસાય કરે છે. આ પરિવારની બે દીકરીઓએ વિશ્વની શક્તિશાળી ગણાતી ઇઝરાયેલની સેનામાં સ્થાન મેળવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

કોઠડી ગામના વતની જીવાભાઇ મુળિયાસિયા અને તેમના ભાઇ સવદાસભાઇ મુળિયાસિયા બંન્ને ઇઝરાયેલના તેલઅવીવમાં સ્થાયી થયા છે. તેમની પુત્રીઓ નિશા અને રિયા હાલ ઇઝરાયેલ આર્મીમાં ફરજ બજાવે છે. જેમાં નિશા મુળિયાસિયા ઇઝારાયેલની સેનામાં સ્થાન મેળવનારી પ્રથમ ગુજરાતી મહિલા છે. નિશા હાલ ઇઝરાયેલ આર્મીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ સાયબર સિક્યુરિટી વિભાગનાં ફરજ બજાવે છે સાથે જ તે ફ્રન્ટલાઇન યુનિટ હેડ તરીકે પણ કાર્યરત છે.

જ્યારે રિયા મુળિયાસીયાએ પણ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ સેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે. હાલ તે ઇઝરાયેલ આર્મીમાં પ્રી સર્વિસમાં છે. જે કમાન્ડો સમકક્ષ ટ્રેનિંગ ગણાય છે. 3 માસની ટ્રેનિંગ બાદ તે અલગ અલગ પરીક્ષા આપશે. જેના આધારે તેને આર્મીમાં પોસ્ટિંગ પણ આપવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights