આ પહેલા પણ અનેકવાર વાહનની હડફેટે વન્ય પ્રાણીઓના મોત થયા છે. જેમાં એક દીપડાનો પણ સમાવેશ થાય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી પાસે હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે હરણ નું મોત થયું છે. ગીર જંગલમાંથી અનેક વાર વન્ય પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમા આવી ચડતા હોઈ છે અને રોડ ક્રોસ કરતી વખતે વાહનની હડફેટે મોતને ભેટે છે.
આ પહેલા પણ અનેકવાર વાહનની હડફેટે વન્ય પ્રાણીઓના મોત થયા છે. જેમાં એક દીપડાનો પણ સમાવેશ થાય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વંથલી હાઇવે પર મેંગો માર્કેટ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હરણને હડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજયું હતું.
હરણના મોતની ઘટનાની જાણ થતાં વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતમાં મૃત્યું હરણ ને અમરાપુર એનિમલ કેર ખાતે મોકલવામાં આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અમદાવાદ શહેરના સરખેજ -ગાંધીનગર હાઈવે ના સનાથલ બ્રિજ પાસે દીપડાનો મૃતદેહ મળ્યો હતો. આ દીપડો અજાણ્યા વાહનની ટક્કરના લીધે મોતને ભેટ્યો હતો.