Sat. Dec 21st, 2024

JUNAGADH / સિંચાઈનું પાણી આપવા ખેડૂતોની માંગ, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાનો ભય

JUNAGADH : એક તરફ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રીએ ડેમમાં પાણી ન હોવાથી સિંચાઈના પાણી આપવાની પણ ના પાડી છે. 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ ગોધરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે, ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે ખેતી ચોમાસાના પાણી પર જ નિર્ભર રહેશે. સરદાર સરોવર ડેમ સહિત મોટાભાગના ડેમનો જથ્થો પીવાના પાણી માટે રિઝર્વ રખાયો છે.


જો હવામાન ખાતાની આગાહી પ્રમાણે અઠવાડિયામાં સારો વરસાદ થાય તો જ ખેતીને બચાવી શકાશે. નાયબ મુખ્યપપ્રધાનના આ નિવેદનને પગલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રભરમાં મગફળી, કપાસ, સોયાબીન, અડદનું વધુ પ્રમાણમાં વાવેતર જોવા મળે છે. આ પાકને પાણીની ખુબ જરૂરીયાત હોય છે.

પરંતુ સમયસર વરસાદ કે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોના આ પાકને નુકશાની જવાની ભીતિ છે. ત્યારે મહા મૂસીબતે મોંઘાભાવની ખેતી કરતો ખેડૂત આજે સરકાર પાસે સિંચાઈનું પાણી આપવા માગ કરી રહ્યો છે.

Related Post

Verified by MonsterInsights