Sun. Sep 8th, 2024

PakVac Covid-19 Vaccine: પાકિસ્તાને લોન્ચ કરી પોતાની કોરોના વેક્સિન

પાકિસ્તાને પોતાની હોમમેડ કોરોના વેક્સીન લોન્ચ કરી છે. તેણે પોતાની આ વેક્સિનનું નામ PakVac Covid-19 Vaccine રાખ્યું છે. પરંતુ આ વેક્સીન કેટલી અસરકારક છે તે અંગે હજુ સુધી જણાવ્યું નથી. તેના ટ્રાયલનું પણ શુ પરિણામ આવ્યું તે અંગે પણ જાણકારી આપી નથી.

ઈમરાન ખાનના સ્વાસ્થ્ય મામલે વિશેષ સહાયક ડૉ. ફૈસલ સુલ્તાન અને નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર પ્રમુખ અસદ ઉમરે સ્વદેશી કોરોના વેક્સિન લોન્ચ કરી હતી. સાથે જ તેમણે ટૂંક સમયમાં જ દેશ કોરોનાની એક મહત્વપૂર્ણ દવાનું ઉત્પાદન શરૂ કરવા સક્ષમ હશે તેવી આશા વ્યક્ત કરી હતી.

તેઓએ વધુમાં કહ્યું હતું કે દરેક મુશ્કેલીમાં એક અવસર છે. આ મહામારી દરમિયાન ચીન પાકિસ્તાનના મિત્ર તરીકે સામે આવ્યું. ચીન પહેલેથી જ પાકિસ્તાનનું મિત્ર છે, જ્યારે કોરોનાએ પાકિસ્તાનને ભરડામાં લીધું ત્યારે પણ ચીન સાથે રહ્યું. તેમણે વેક્સિન વિકસિત કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા (એનઆઈએચ)ની પણ પ્રશંસા કરી હતી.

ચીની રાજદૂત નોંગ રોંગએ જણાવ્યું કે વેક્સિનનું ઉત્પાદન બન્ને દેશો વચ્ચે દોસ્તીનું ઉદાહરણ છે.તેણે જણાવ્યું કે પાકિસ્તાન એવો પ્રથમ દેશ છે જેણે ચીનની વેક્સિનનો ઉપહાર તરીકે સ્વીકાર કર્યો છે.

Related Post

Verified by MonsterInsights