લખનઉમાં કથિત PUBG હત્યાકાંડમાં આરોપી દીકરાએ પુરાવા નાબૂદ કરી દીધા છે. હત્યા પછી દીકરાએ માતા સાધનાના મોબાઈલની કોલ ડિટેલ, ચેટ અને બાકી ડિટેલ પણ ડિલિટ કરી દીધી હતી. ખાસ વાત એ છે કે આ પ્રયત્ન પોતાને બચાવવા માટે નહીં, પરંતુ આ કેસમાં જેણે હત્યા કરાવી છે તેને બચાવવા માટેનો છે.
આવું એટલા માટે પણ કરવામાં આવ્યું છે, કારણ કે આ જ એક ઓપ્શન હતો, જેના દ્વારા પોલીસ પરિવારના તે સભ્ય સુધી પહોંચી શકતી હતી. 7 જૂનની રાતે પોલીસે સાધનના મૃતદેહને ઘરની બહાર કાઢવાની સાથે જ તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધો હતો. એવી આશા હતી કે મોબાઈલથી કોઈક હકિકત સુધી પહોંચી શકાશે. જોકે ફોન અનલોક કર્યા પછી પોલીસને ડિટેલ્સ ગાયબ મળી છે.
16 વર્ષના આરોપી દિકરા અને ઘટનાના માસ્ટર માઈન્ડે પોલીસ કરતા એક ડગલું આગળ ચાલવાનો પ્રયત્ન કર્યો છે. દિકરાના નિવેદન પ્રમાણે 4 જૂનની રાતે તેણે માતાની હત્યા કરી છે. ઘટનામાં સામેલ પરિવારનો સભ્ય તેને જે મોબાઈલ પર ડિરેક્શન આપતા હતા તે સાધનાનો જ મોબાઈલ હતો.
પોલીસને માહિતી મળી કે સગીર દિકરા પાસે પણ એખ મોબાઈલ હતો પરંતુ તેનું એક મહિના પહેલાંથી રિચાર્જ કરાવ્યું નહતું.એક વાત એ પણ છે કે, માતાના રહસ્યો ખુલ્યા પછી દિકરાનો મોબાઈલ છીનવી લેવામા આ્યો હતો. ત્યારપછી દિકરો તેની માતાના મોબાઈલથી જ પરિવારના સભ્યોથી સંપર્કમાં હતો.
શંકા છે કે સાધનાની મોતનું કાવતરું ઘડનાર પરિવારનો સભ્ય દિકરા સાથે વોટ્સએપ કોલથી વાત કરતો હતો. તેને ખબર હતી કે આ કોલની ડિટેલ્સ મળી શકે નહીં. જોકે ફોન હાથમાં આવતા વોટ્સએપ કોલ લોગથી ખબર પડી શકે છે. તેથી પરિવારના સભ્યના કહેવાથી દિકરાએ તે દિવસે સવારથી લઈને રાત સુધીના બધા ડેટા ડિલીટ કરી દીધા હતા.