રાજકોટમાં ભૂમાફિયાઓ સામે કલેકટર તંત્રએ હવે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સરકારી 5000 ચો.મી. જમીન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. તેમજ સરકારી જમીન પર શેડ અને દુકાનો બનાવી દેવાયા હતા તે પ્લોટ પરના 13 શેડનું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
અંદાજિત 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત ભૂ માફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે. રાજકોટમાં માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ કરી સરકારી જમીન વેચાણ કરી દેતા હોવાની મોડેસ ઓપરેન્ડી સામે આવ્યા બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું.