Sun. Sep 8th, 2024

ST બસ વ્યવહારને અસર – સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારમે સંખ્યાબંધ બસના રુટ કરાયા બંધ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ST વ્યવહારને અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ બસના રુટ બંધ કરાયા. તેમાં ઉન ખીજડીયા અને મોરિદાડ ગામની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે.

ગ્રામીણ વિસ્તારમાં જ્યા જ્યાં પાણી ભરાયાં છે ત્યાં એસટી બસની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વંથલીમાં 14 ઇંચ, વિસાવદરમાં 13 ઇંચ જૂનાગઢ શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે રાજ્યના 143 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં 32 તાલુકાઓ એવા છે કે જેમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત બારડોલી તાલુકામાં 239 મી.મી., ખંભાળિયામાં 229 મી.મી., માણાવદર 224 મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં નવ ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. તેમજ નવસારી તાલુકામાં 214 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 200 મી.મી., જલાલપોર તાલુકામાં 196 મી.મી., મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચથી વધુ જ્યારે પલસાણામાં 190 મી.મી., મેંદરડામાં 183 મી.મી., ધોરાજીમાં 178 મી.મી., મહુવામાં 176 મી.મી., મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Related Post

Verified by MonsterInsights