Thu. Nov 21st, 2024

ગુજરાતના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

 

  • રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય : કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

 

  • વર્ષ-૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ બનાસકાંઠામાં રૂ.૧.૪૬ કરોડથી વધુ અને પાટણમાં રૂ.૧.૫૪ કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઇ

 

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૧-૨૨થી અમલમાં છે.

 

મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં ૭૪૫૨ અરજીઓ અને પાટણ જિલ્લામાં ૯૬૮૨ અરજીઓ મળી હતી. વર્ષ ૨૦૨૨-૨૩માં આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૭૩૧૯ અરજીઓ મંજૂર કરી રૂ.૧.૪૬ કરોડથી વધુ રકમની સહાય અને પાટણ જિલ્લામાં ૭૭૦૭ અરજીઓ મંજૂર કરી રૂ.૧.૫૪ કરોડથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે.

 

તેવી જ રીતે વર્ષ ૨૦૨૩-૨૪માં તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ પાટણ જિલ્લામાં ૧૯૭૫ અરજીઓ મંજૂર કરી રૂ.૩૯.૫૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. એટલું જ નહિ, યુક્ત સ્થિતિએ કોઈ અરજીઓ પડતર નથી.

Related Post

Verified by MonsterInsights