Mon. Dec 23rd, 2024

Surat : અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, સુરતના સચિવન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. સુરતના સચિવન વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. તેમજ ગાડીના કાચ પણ તોડ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયપલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, સુરતના સચિવ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દારૂના નશામાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યાં ધમાલ મચાવતા ત્યાં ગાડીઓના કાચ તોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પ્રસંગમાં આવેલી એક મહિલા સાથે ઝગડો થયો હતો અને તેની અદાવત રાખી અસમાજિક તત્વો ત્યાં આવી પહોંચી હતી.

ત્યારે આ અસમાજિક તત્વો દ્વારા મહિલાને ટાર્ગેટ કરી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો અને એક કારની તોડફોડ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં બેખોફ અસમાજિક તત્વોને પોલીસનો કોઈ ભય ન હોય તેવું જોવા મળી રહ્યું છે.

ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા આ અસમાજિક તત્વોના ટોળાને તપાસ હાથ ધરવામાં આવી છે અને આ અંગે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Related Post

Verified by MonsterInsights