જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં રાત્રીના સમયે 3 યુવાનોએ 13 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મુદ્દે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે. જ્યારે બે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. નાનકડું ગામ હોવાથી લગ્નનો વરઘોડો નિકળ્યો હતો. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી ગામની કિશોરી વરઘોડામાં જોડાઇ હતી.
જો કે રાત્રે 9 વાગ્યાના સમયે મંદિર પાસે વરઘોડો રોકાયો હતો. ત્યાં સગીરા બેઠી હતી દરમિયાન ચીરાગ માછી નામનો યુવાન તેને અંધારામાં ખેંચી ગયો હતો. જ્યાં તેની સાથે પહેલાથી હાજર અન્ય બે યુવાનો ભુપેન્દ્ર માછી અને પરેશ માછીએ દુષ્કર્મ આચર્યું હતું. જો કે થોડા સમયમાં લોકો એકત્ર થઇ જતા બે આરોપીઓ નાસી છુટ્યા હતા. જ્યારે એક આરોપી ઝડપાઇ ગયો હતો.
હાલ તો આ સમગ્ર ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક ગ્રામજનો પણ આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટેની માંગ કરી રહ્યા છે. જો કે નાનકડી દિકરી પર દુષ્કર્મની ઘટનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા માટે કાર્યવાહી કરી રહી છે.