Vadodara : શહેરમાં મનપાના આવાસ ડ્રો કૌભાંડમાં હવે રાજકીય રંગ ભળ્યો છે. ભાજપના કોર્પોરેટર મનોજ પટેલ અને કલ્પેશ પટેલ દ્વારા અધિકારીઓ પર પોતાના મળતીયાઓને મકાન ફાળવવા દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચા થઇ રહી છે. ત્યારે આ બંને કોર્પોરેટર મીડિયા સમક્ષ આવ્યા, અને પોતાના પર લાગેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા હોવાની સ્પષ્ટતા કરી છે.
જે કોર્પોરેટરોના નામ ચર્ચામાં આવ્યા છે, તેમણે કહ્યું કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોની રજૂઆત કરવી યોગ્ય છે. તેને ભલામણ ન કહી શકાય. તો આ તરફ વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર અજિત દઢીચનો દાવો છે કે, તેમની રજૂઆત બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું.
અજિત દઢીચનું કહેવું છે કે, એક લાભાર્થીનું નામ ડ્રોમાં હતું, પરંતુ ફાઇનલ યાદીમાં નહોતું તેવી ફરિયાદ મળતા તેમણે સિટી એન્જિનિયર શૈલેષ મિસ્ત્રીને જાણ કરી હતી. આ સાતે જ અજિત દઢીચે કોઇ પણ પ્રકારની ભલામણ કરી હોવાના આક્ષેપોને ફગાવ્યા.