સાવલીમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સની બહાર પતરાના શેડ ઉપર સવારે એક નવજાત બાળક પડેલું છે તેવી જાણ સાવલી પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી શેડ ઉપર ખુલ્લામાં પડેલાં બાળકનો કબજો મેળવી તેની પ્રાથમિક સારવાર બાદ હાલ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ અંગે અજાણી સ્ત્રી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં મહત્વની વિગતો બહાર આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સમાં આવેલી ડો.અજીત સોનીની ક્લિનિકમાં તા.૨૯ની સાંજે ૧૫ વર્ષની એક સગીરા તેના પરિવારજનો સાથે આવી હતી અને ડોક્ટરને છાતીમાં તેમજ પેટમાં લ્હાય બળે છે તેવી ફરિયાદ કરતાં તેની સારવાર કરવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ચેક કરી કિશોરીની ઓળખ કરી તેની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.
કિશોરીએ જવાબમાં પોલીસને જણાવ્યું હતું કે હું ગર્ભવતી હતી અને નવમો મહિનો ચાલતો હતો જેથી સારવાર માટે આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વોશરૃમ જવું છે તેમ કહી હું હોસ્પિટલના પહેલા માળે ગઇ હતી અને વોશરૃમમાં જ જાતે ડિલિવરી કરી નાંખી હતી. બાદમાં મે ં જાતે જ મારા બાળકને પતરાના શેડ પર છોડી દીધું હતું. હું બહાર નીકળી ત્યારે ખૂબ જ લોહીં વહી ગયું હોવાથી હોસ્પિટલના સ્ટાફે જ્યારે મારી પૂછપરછ કરી ત્યારે મેં એવો ગોળગોળ જવાબ આપ્યો હતો કે હંુ પહેલી વખત જ માસિકમાં આવી હોવાથીે વધારે લોંહી વહી ગયું છે.
માત્ર પાંચ મિનિટમાં જ કિશોરી જાતે ડિલિવરી કરી શકે ખરી ?, તે અંગે પોલીસને અનેક પ્રશ્નો ઊભા થયા છે અને તેના આધારે હોસ્પિટલની કોઈ ર્ નર્સ દ્વારા કિશોરીને ડિલિવરી માટે મદદ કરવામાં આવી છે કે નહી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે.