Mon. Dec 23rd, 2024

Video:ગાડી પરથી જાતે પડી ગયેલી મહિલાએ પાછળ આવતા બાઈક સવાર પર લગાવ્યા આરોપ અને…

પેલી કહેવત તો તમે સાંભળી જ હશે કે, નજર હટી દુર્ઘટના ઘટી. રોડ અકસ્માત માટે હંમેશાં આ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. આને દર્શાવતો એક વીડિયો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચાલતા ચાલતા અચાનક એક સ્કૂટી સ્લિપ થઇ જાય છે, પરંતુ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ સ્કૂટી પર પાછળ બેસનારી મહિલા પાછળ ગાડી લઈને આવી રહેલા છોકરાઓ પર દોષનો ટોપલો ઢોળે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો જોઈને અંદાજો લગાવવો મુશ્કેલ નહોતો કે બસ છોકરાઓને માર પડવાનો જ છે, પરંતુ પછી કંઈક એવું થયું કે જેણે એમને માર પડવાથી બચાવી લીધા. વીડિયોમાં જોઈ શકાય છે કે, આગળ જઈ રહેલી સ્કૂટી પોતાની જાતે પડી હતી, ના કે કોઈ ગાડીની ટક્કર લાગવાથી.

ઇન્સ્ટાગ્રામ પર rvcjinsta નામથી બનાવેલ ઇન્સ્ટા અકાઉન્ટ પર એક રોડ અક્સ્માતનો વીડિયો શેયર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક માણસ અને એક મહિલા ટૂ વ્હીલર ગાડી પર આરામથી જતા હોય છે, પરંતુ ત્યારે જ અચાનક એમની ગાડી સ્લિપ થઇ જાય છે અને ગાડી પર બેઠેલા બંને લોકો પડી જાય છે. ત્યારબાદ અચાનક મહિલા ઉભી થઇ જાય છે અને પાછળ આવતા બાઈક સવાર પર ગુસ્સો કરવા લાગે છે કે તારી ગાડીની ટક્કર લાગવાથી અમે પડી ગયા. પરંતુ,આ છોકરો પણ ખુબ જ હોશિયાર નીકળ્યો.

નોંધનીય છે કે જ્યારે એ લોકો પડ્યા ત્યારે આ છોકરાએ એમનો વીડિયો બનાવી લીધો હતો. જેમાં જોઈ શકાય છે કે તેઓ પોતાની ભૂલના કારણે પડ્યા છે નઈ કે બાઈકની ટક્કરથી. છોકરાએ પણ દાદાગીરી કરતા કહ્યું કે, તમને હું વીડિયો જ બતાવીશ કે આ અકસ્માત કોના કારણે થયો છે. એકંદરે કેમેરાએ રહસ્ય ખોલી દીધું.

સોશિયલ મીડિયા પર આ કેમેરામાં કેદ અકસ્માતનો વીડિયો ખુબ જ જલ્દીથી વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી 4.75 લાખ લોકો આને લાઈક કરી ચુક્યા છે. ત્યાં જ નેટીજન્સ આના પર રમુજી ટિપ્પણી કરી રહ્યા છે. એક યુઝરે આના પર ટિપ્પણ કરતા લખ્યું કે, આ મુજબ જ બધી જગ્યાએ પુરુષોને દોષી માનવામાં આવે છે.

બીજા એક યુઝરે લખ્યું છે કે, આ તો ઘોર કળીયુગ છે. તો એક યુઝરે લખ્યું કે, તે સ્ત્રી છે કંઈ પણ કરી શકે છે. બીજાએ રમુજી ટિપ્પણી કરતા લખ્યું કે, આજકાલ સેફ્ટી માટે હેલ્મેટ કરતા વધારે ગ્રોપો જરુરી છે.

Related Post

Verified by MonsterInsights