કર્ણાટકઃ કન્નૂરથી બેંગાલુરૂ જઈ રહેલી કન્નૂર-બેંગાલુરૂ એક્સપ્રેસ શુક્રવારે પરોઢિેયે 3:50 કલાકે દુર્ઘટનાનો ભોગ બની હતી. એક્સપ્રેસના 5 ડબ્બા અચાનક જ પાટા પરથી ખડી પડ્યા હતા જેથી લોકોએ બૂમરાણ મચાવી દીધી હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી નોંધાઈ.

દક્ષિણી-પશ્ચિમી રેલવે અધિકારીઓના કહેવા પ્રમાણે બેંગાલુરૂ મંડલના ટોપપુરૂ-સિવદી વચ્ચે આ દુર્ઘટના બની હતી. અચાનક જ કેટલાક પથ્થરો આવીને પાટા પર પડ્યા હતા જેના કારણે 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.અધિકારીઓના કહેવા પ્રમાણે દુર્ઘટના સમયે ટ્રેનમાં 2,348 મુસાફરો સવાર હતા પરંતુ જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights