ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી, 5 પૂજારી સહિત 13 દાઝ્યાં

Ujjain Fire News | મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી ગઇ હતી. માહિતી અનુસાર આ દુર્ઘટનામાં પાંચ પૂજારી અને 8 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. કેવી રીતે લાગી આગ?  જ્યારે આરતી દરમિયાન ગુલાલ નાખવામાં આવ્યો ત્યારે આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગર્ભગૃહમાં ધૂળેટીના કારણે કવર લગાવાયા હતા. […]

ઝાલોદ નગરમાં આવેલ વસંત મસાલા પ્રા.લિનાં સહયોગથી અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર અનાજની કિટ વિતરણ કરવામાં આવી.

તા.૧૭-૦૩-૨૪ હાલના સમયમાં જાણીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ જરૂરીયાત મંદો માટે ઘણાં કાર્યક્રમો ચાલતા રહે છે. આજ રીતે આજના રવિવારના રોજ ઝાલોદ ખાતે આવેલ  વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કિટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં […]

ફતેપુરા ખાતે પી.એમ.વિશ્વકર્મા યોજનાનું કાર્યક્રમ યોજાયો.

તા.૧૫/૦૩/૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા આઈ. કે. દેસાઈ સ્કૂલ સામે આવેલ પી.એમ.વિશ્વકર્મા કેન્દ્ર પર હાલમાં ચાલી રહેલી યોજના અંતર્ગત આજનાં રોજ સીવણ કામની તાલીમ પુરી થઇ છે.   આ યોજનામાં સારી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો,અને હાલમાં પણ નવા વ્યવસાયની તાલીમ ચાલી રહી છે આ યોજનાઓ ગરીબ અને વ્યવસાયકારો માટે સરકાર દ્વારા સારી મદદ છે જેનાથી […]

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વે આઈ.ટી.આઇ ખાતે વનબંધુ કલ્યાણ યોજના સમાજ શિક્ષણ શિબિર નો કાર્યક્રમ યોજાયો.

તા.૧૩.૦૩.૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વે આઈ. ટી. આઈ ખાતે આજ રોજ આપણા આદિજાતિ મદદનીશ અધિકારીશ્રી સાહેબનાં અને તાલુકાનાં હોદેદારીનાં હસ્તે આજનો આ કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના કમીશનરશ્રી આદિજાતિ વિકાસ ગુ. રા. ગાંધીનગર પ્રેરીત સમાજ શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.   આજના કાર્યક્રમમાં મદદનીશ અધિકારીશ્રી અને બીજા મહા અનુભવો અને સંસ્થાનાં  કર્મચારીઓ અને […]

દેશને મળી પહેલી અંડરવોટર મેટ્રો , કોલકાતામાં PMએ લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે.     આજે દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મેટ્રોનું ઉદ્ઘાટન તેમજ અનેક અન્ય પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને વડાપ્રધાન મોદીએ બંગાળને 15400 […]

રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટશે: વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે. મંત્રી શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું […]

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, જો ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર હશે તો જંત્રીના 200% લેખે અપાશે વળતર

ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાને રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતી વખતે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્યના સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200 ટકા લેખે વળતર ચૂકવાશે. જેમાં સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો […]

સુરતમાં આવતીકાલે શિક્ષકો કરશે પેન ડાઉન અને ચોક ડાઉન,જૂની પેન્શન યોજનાની માગણી સાથે કરશે મહામતદાન

સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું. પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આવતીકાલે બુધવારે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધરાશે. ત્યાર બાદ પણ નિર્ણય નહી આવે તો […]

MPમાં લોકસભા ઉમેદવારનું મર્ડર,બદમાશોએ 3 ગોળીઓ મારી

મધ્યપ્રદેશ: માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ લઈ લીધો હતો. ફાયરિંગ કર્યાં બાદ બદમાશોએ ભાગી નીકળ્યાં હતા. મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યાં હતા ત્યારે બદમાશોએ ગજરાજ મેરિજ ગાર્ડનની સામે તેમની પર ફાયરિંગ કર્યું હતું.   બસપાએ બિજાવરમાંથી આપી લોકસભાની ટિકિટ  બસપાએ મહેન્દ્ર ગુપ્તા […]

ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મહત્તમ મતદાન માટેના પ્રયાસો કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અપીલ 

લોકસભા ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ   ચૂંટણી વ્યવસ્થા અને સંચાલનના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન અપાયું મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યપ્રણાલી અને નિયમોનું સુચારૂ પાલન થાય તે માટે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યના […]

Verified by MonsterInsights