Wed. Sep 11th, 2024

ગુજરાત / જામનગરના કાલાવાડ પંથકમાં એક ઇંચ વરસાદ, સાબરકાંઠા- નર્મદા પંથકમાં પણ વરસાદી હેલી

ગુજરાત : હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લામાં વરસાદના સમાચાર આવી રહ્યા છે. જિલ્લામાં સવારના વાદળીયા વાતાવરણ બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદની એન્ટ્રી થઇ છે. ભારે ઉકરાટ બાદ જોરદાર વરસાદની એન્ટ્રી થઇ છે.

જેમાં કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે. સાથે જ, નિકવા, મોટા વડાલા, શિશાગ, ખરેડી, પીપ સહિતના તાલુકાના આજુબાજુના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે.

આ વિસ્તારમાં એક કલાક સુધી સતત વરસાદ પડી રહ્યો છે. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં હજી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.

વરસાદને કારણે કાલાવડ શહેરમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. સમયસર વરસાદ થતાં ખેડુતોમાં ખુશી લાગણી જોવા મળી છે. ખેતરોમાં ઉભેલ પાક પર કાચા સોના સમાન વરસાદ પડી રહ્યો છે. તો જામજોધપુર તાલુકાના સીદસર, ધ્રાફા, બુટાવદર, સંગચિરોડા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.

Related Post

Verified by MonsterInsights