Sun. Dec 22nd, 2024

ઝાલોદ નગરમાં આવેલ વસંત મસાલા પ્રા.લિનાં સહયોગથી અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર અનાજની કિટ વિતરણ કરવામાં આવી.

તા.૧૭-૦૩-૨૪

હાલના સમયમાં જાણીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ જરૂરીયાત મંદો માટે ઘણાં કાર્યક્રમો ચાલતા રહે છે.

આજ રીતે આજના રવિવારના રોજ ઝાલોદ ખાતે આવેલ  વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કિટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને મિતા દિદીના એવા સારા સુવિચારોથી લાભાર્થીઓને પોતના મનને કઈ રીતે શુદ્ધ રાખવું અને બીજાની નિંદા ન કરવી તેની સમજણ આપી હતી.

 

અને આ કાર્યક્રમ શાંતી પૂર્વક અને સારા સાથ સહકાર સાથે પુર્ણ કરવામાં આવ્યો હતો.

 

Related Post

Verified by MonsterInsights