દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં નજીક આવેલ માંડલીખુંંટ ગામે  નજીક આવેલ માંડલેશ્વર મહાદેવજીના શિવરાત્રી પર્વ નિમીતે  હર્ષો ઉલ્લાસ વડે  ઉજવણી  કરવામાં આવી હતી.

આજરોજ માંડલેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી પર્વના દિવસે ભક્તોની  ભારી માત્રામાં ભીડ ઉમટી હતી તેમાં કેટલાંક બહારથી પણ લોકો આવીને દર્શનનો લાભ લીધો હતો.ત્યાં સંચાલકો દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યાં પોલીસ તંત્ર દ્વારા અને મેડિકલ સ્ટાફ દ્વારા  પણ સારો એવો સહકાર મળતો હતો, ત્યાં ભક્તો દ્વારા  હવન પણ કરવામાં આવ્યાં હતાં.

 

ભક્તોએ મહાદેવજીનાં મંદિરે પુરા હર્ષો ઉલ્લાસથી શિવરાત્રીનાં આ પર્વમાં આવીને શીવજીના દર્શન કરીને પ્રસાદી લઈને મેળાનો આનંદ માણ્યો હતો. મેળામાં દરેક પ્રકારની ચીજ વસ્તુઓ અને મનોરંજન માટે હિચકાંઓ અને જમ્પિંગ સ્ટેન્ડ પણ હતાં.

આમ દરેક ભક્તોએ શીવજીના આ પર્વની ધામધુમથી  ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published.

You cannot copy content of this page