Sat. Dec 14th, 2024

પોલીસમાં મળ્યું આ મહત્વનું પદ,‘ઉડન પરી’ હિમા દાસને અસમ સરકારે આપ્યું મોટુ સન્માન

અસમ પોલીસમાં મળેલા આ પદ પર એથલિટ હિમા દાસે કહ્યું, ‘હું શાળાના દિવસથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી. મારી માતાનું પણ આ જ સ્વપ્ન હતું. તે હંમેશાં મને દુર્ગાપૂજા દરમિયાન આશીર્વાદ આપતા હતા. માતા ઇચ્છતા હતા કે હું આસામ પોલીસમાં સેવા આપું. દરેક આ રમતના લીધે મળી રહી છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘આસામ પોલીસ માટે કામ કરતી વખતે પણ હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ. સાથે સાથે હું આસામને હરિયાણા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ.’

હિમાને મુખ્યમંત્રી અને પરિવારજનોએ પાઠવી શુભેચ્છા

આ તકે મુખ્યમંત્રીએ નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટર અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, ‘રાજ્ય સરકારે દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમની સિદ્ધિઓથી રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આંતરરાષ્ટ્રીય એથલીટ હિમા દાસને શુક્રવારે ઔપચારિકપણે પોલીસ ઉપાધિક્ષક પદ પર નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો. હિમા દાસને રાજ્યની એકિકૃત ખેલ નીતિ હેઠળ નિયુક્ત કરવામાં આવ્યા છે. અહીંના સરુસજૈ ખેલ પરિસરમાં તેમને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો. અસમ પોલીસમાં નવા ભરતી થયેલા 597 ઉપનિરીક્ષકોને પણ મુખ્યમંત્રીએ નિયુક્તિ પત્ર આપ્યા.

Related Post

Verified by MonsterInsights