ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં ઉમેદવારોએ રજૂઆત કરી હતી. વર્ષ 2019 માં, ગૌણ સેવા પસંદગી મંડળે આઈટીઆઈ ઇસ્પેક્ટરની ભરતી પ્રક્રિયાની ઘોષણા કરી હતી. ત્યારબાદ પરિણામ જાન્યુઆરી 2020 માં જાહેર કરાયા હતા. જોકે, એક વર્ષ માટે 2 હજાર 361 ઉમેદવારોને નિમણૂક પત્રો નહી અપાતા કચેરીનો ઘેરાવ કરી ભારે વિરોધ કર્યો હતો.
તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની ખાતરી આપી હતી
બીજી તરફ ચેરમેન અસિત વોરા ઓગસ્ટ સુધીમાં તમામ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવાનું વચન આપ્યું હતું.જો ઓગસ્ટ માસમાં કામગીરી નહી થાય તો સચિવાલય સહિત મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરવાની યુવકોએ ચીમકી ઉચ્ચારી છે.