તાપી : કોરોના કાળમાં બાળકોના શિક્ષણ પણ અસર ના પડે એટલે ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું, ત્યારે અંતરિયાળ ગામોમાં કે પછી જંગલ વિસ્તારના ગામોમાં બાળકોના અભ્યાસપર કોઈ અસર ના પડે તે માટે તાપી જિલ્લામાં તકેદારી વિભાગના અધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
તેમના દ્વારા આવા બાળકોનું લિસ્ટ બનાવીને વાલીઓનો સંપર્ક કરીને તેમના ગામમાં આશ્રમ શાળાના શિક્ષકોને મોકલીને અભ્યાસ કરાવાય રહ્યો છે. સાથે તેમને દાતાઓના સહકારથી નોટ બુક પેન્સિલ અને નાસ્તો અપાઈ રહ્યા છે.
આશ્રમ શાળાના બાળકોનું કોરોના અને પછી ઈન્ટરનેટ નેટવર્કના હિસાબે ભણતર જોખમાઈ રહ્યું હતું, જેઓ માટે તાપી જિલ્લાના તકેદારી વિભાગના અધિકારી દ્વારા પહેલ કરીને તાપી જિલ્લાના બાળકો માટે તેમના ગામમાં શિક્ષકોને મોકલી તેમને ઓટલા શિક્ષણ આપી જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી રહ્યા છે