અમદાવાદ : મધ્યપ્રદેશમાં આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને લાશને સગેવગે કરનાર આરોપીને અમદાવાદના વટવા GIDC માંથી ઝડપી લેવામાં આવ્યો. ગત 5 જુનના રોજ આરોપી ગુનો આચર્યા બાદ ફરાર હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલેન્સના આધારે આરોપી નીતિન પટેલની ધરપકડ કરી છે.

મધ્ય પ્રદેશમાં બની હતી ઘટના

બનાવની વાત કરીએ તો, ગત 5 જુનના રોજ મધ્યપ્રદેશના તેંદુખેડા પોલીસ સ્ટેશનમાં આઠ વર્ષીય બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે મધ્યપ્રદેશ પોલીસે તપાસ દરમિયાન તેંડુખેડા વિસ્તારમાંથી ખેતરમાં ભુસામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના મૃતદેહ પર ઇજા નિશાન મળી આવતા પોક્સો અને હત્યાની કલમનો ઉમેરો કરી પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી. જોકે જે ખેતરમાંથી બાળકી મળી આવી તે કેદાર પટેલનું ખેતર હતું અને કેદાર પટેલનો દીકરો નીતિન પટેલ ફરાર હોવાનુ જાણવા મળ્યુ હતું. જેથી પોલીસને તેની પર શંકા હતી.

આરોપી મધ્ય પ્રદેશથી ભાગીને અમદાવાદ આવ્યો

જ્યારે મધ્ય પ્રદેશ પોલીસને નીતિનનો ફોન ચાલુ હોવાની માહિતી મળી હતી. ટેક્નિકલ સર્વેલન્સની મદદ ચેક કરાયુ તો વટવા જી.આઇ.ડી.સીમાં આ નંબર એક્ટિવ હોવાનુ દેખાયું હતું. જેથી મધ્ય પ્રદેશ પોલીસે વટવા પોલીસનો સંપર્ક કર્યો. આરોપીની વિગતો આપતા વટવાના જેક્શન કંપનીના ગોડાઉનમાંથી નીતિનને ઝડપી લેવામાં આવ્યો. બાદમાં આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવેલી તમામ હકીકત શરીર કંપાવી દે તેવી હતી.

બાળકીએ બૂમાબૂમ કરતા ગળુ દબાવી મારી નાંખી

આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા કહ્યું કે 5મી જૂને બપોરે બાળકી તેના ઘર પાસે રમતી હતી. તે દરમ્યાન આરોપીના ઘરે ગઈ ત્યારે એકલતાનો લાભ લઇને આરોપી બાળકીને પકડીને ઢસડીને તેના ઘરમાં લઇ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીએ ગળું દબાવીને બાળકીની હત્યા કરી દીધી હતી.

ગુનો છુપવવા બાળકીનો મૃતદેહ ભૂસામાં સંતાડ્યો

ગુનો છુપાવવા માટે તેના મૃતદેહને ઘઉંના ભૂસામાં સંતાડી બાદમાં તે તેના ગામથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયો હતો. પણ તેને ખબર નોહતી કે પોલીસે તેની કુંડળી કઢાવી લીધી છે અને ગણતરીના દિવસોમાં જ પકડાઈ જશે. આમ મધ્યપ્રદેશ પોલીસે હત્યારા નીતિને પકડવા પ્રયાસો કરતા આરોપીને વટવા GIDC વિસ્તારમાંથી વટવા પોલીસે ઝડપી લીધો. મહત્વનું છે કે ઘટનાની ગંભીરતા જોઈને આરોપીને તાત્કાલિક ઝડપી લેવા મધ્યપ્રદેશ પોલીસે ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આરોપીને ઝડપી લેવા જાહેર કર્યું હતું.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights