મેષ રાશીફળ – માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. એ વાતમાં સાવધાની રાખો કે તમે તમે કોની સાથે આર્થિક લેવડ-દેવડ કરી રહ્યા છે. બીજા લોકોની કમીઓ શધોવાનું ગેર જરૂરી કામ સંબંધીઓની આલોચના ના કરવી. તમારી બધાને સાથે રાખી ચાલવાની ક્ષમતાથી વખાણ થઈ શકે છે. પરિવાર સાથે વ્યવહારમાં નરમાશ રાખવી.
વૃષભ રાશીફળ – આજે તમને કોઈ પુછે નહીં ત્યાં સુધી સલાહ ન આપવી, નહીં તો સંબંધ બગડી શકે છે. એટલે કે, પોતાની જાત પર નિયંત્રણ રાખો. આજે તમારો સામનો નવી આર્થિક યોજનાઓ સાથે થશે. કોઈ પણ નિર્મય લેતા પહેલા સારી અને નબળી વસ્તુનું ધ્યાન રાખવું. તમારી કોઈ સલાહ માંગે તો જરૂર આપવી, તમારા વખાણ થશે.
મિથુન રાશીફળ – આધ્યાત્મિક સહાયતા લેવાનો આ શાનદાર સમય છે. જે તમારા માનસીકતા મજબૂત બનાવી શકે છે. આર્થિક સમસ્યાઓએ તમારા રચનાત્મક વિચારને બેકાર બનાવી દીધી. આજે કોઈ પણ પ્રકારના ઝગડામાં ન પડવું. જુઠુ બોલવાથી બચવું, જે તમારા સંબધ બગાડી શકે છે. બહાદુરી ભર્યા પગલા તમને સારો પુરસ્કાર અપાવી શકે છે.
કર્ક રાશીફળ – વધારે તણાવ અને ચિંતા કરવાની આદત તબીયતને નુકશાન પહોંચાડી શકે છે. પૈસા કમાવવાના નવા અવસર નફો અપાવશે. કાર્યક્ષેત્રમાં તમે ખુદને ખાસ મહેસુસ કરશો. લાંબાગાળા માટેનું રોકાણ ફાયદાકારક સાબિત થશે.
સિંહ રાશીફળ – વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. આજના દિવસે તમે ઉર્જાથી ભરપૂર રહેશે, અચાનક નફો મળી શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. કેટલાક સહકર્મી કેટલાક મહત્વના મુદ્દા પર તમારી કાર્યશૈલીથી નાખુશ રહેશે, પરંતુ તમને જણાવશે નહીં. જો તમારા પરિણામ અનુસાર નવી યોજનાનું પરિણામ નથી મળી રહ્યું તો વિશ્લેષણ કરો. તેના માટે અનુભવી લોકોની સલાહ પર ધ્યાન આપો.
કન્યા રાશીફળ – ઝવેરાત અને એન્ટીકમાં રોકાણ ફાયદાકારક રહેશે અને સમૃદ્ધિ લઈને આવશે. તમને પ્રેમમાં નિરાશા મળી શકે છે. ઓફિસમાં કોઈ રાજનીતિ ચાલતી હોય તો, પરિણામ તમારા પક્ષમાં રહી શકે છે. કર્મકાંડ, પૂજા વગેરેનું આયોજન ઘરે થઈ શકે છે.
તુલા રાશીફળ – માનસીક દુશ્મન તમારા શરીરની બીમારી સામે લડવાની ક્ષમતાને ખુબ ઓછી કરી દે છે, જેથી નકારાત્મક વિચારોને દિમાગમાં ના આવવા દેવા. આજે સપળતાનો મંત્ર એ છે કે, એવા લોકોની સલાહ પર પૈસા લગાવો જે મોલિક વિચારો ધરાવે છે અને અનુભવી હોય. તમારા સંબંધમાં યથાર્થવાદી બનવાની કોશિશ કરો.
વૃશ્ચિક રાશીફળ – તમારો તીખો સ્વભાવ જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા આજે તમને મળી શકે છે. તમારા પ્રિયનો સ્વભાવ બદલાય તેવી ભાવના રાખવાથી કશુ નહીં મળે, તમારૂ મગજ જ શાંત રાખવું. વ્યવસાયીક જીવનમાં તમારા કામને સારી ઓળખ મળી શકે છે. લાંબા સમય માટે રોકેલા નામા ફાયદાકારક સાબિત થશે.
ધન રાશીફળ – આજનો દિવસ તમારા માટે ઉર્જા ભરેલો નથી. આજે તમારો સામનો નવી આર્થિક યોજનાઓ સાથે તશે. કોઈ પણ નિર્ણય કરતા પહેલા સારી વસ્તુ અને નબળા પાસા તરફ ધ્યાન આપવું. અચાનક મળેલો કોઈ સુખદ સંદેશ ઊંઘમાં તમને મીઠા સપના આપશે. એવી કોઈ જાણકારી કોઈ આગળ શેર ના કરશો જે ગોપનીય હોય.
મકર રાશીફળ – આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે. આજે તમે જેની સાથે રહો છો, તેમની સાથે થોડો અમબનાવ બને. ટેક્સ અને વીમા સાથે જોડાયેલા વિષય પર ધ્યાન આપવાની જરૂરત. આજના દિવસે બસ કોઈ કામ ન કરો, બસ માત્ર અસ્તિત્વનો આનંદ લેવો.
કુંભ રાશીફળ – ધ્યાનથી આનંદ મલશે. આજે જો તમે સારી રીતે ધ્યાન આપશો તો સારી રીતે ધન કમાઈ શકશો. જેની સાથે સંબંધ બરોબર નથી, તેમની સાથે પણ સારી રીતે વાતચીત થઈ શકે છે. અચાનક આવેલી આકસ્મિક યાત્રા તણાવનું કારણ બની શકે છે.
મીન રાશીફળ – આજે તમારે આરામ કરવાનો અને પરિવાર સાથે સમય વિતાવવાનો દિવસ છે. યાત્રા તમને થાક અને તણાવ આપશે, પરંતુ આર્થિક રીતે તે ફાયદાકારક રહેશે. જેના પર ભરોસો કરી રહ્યા છો, તે તમારો ભરોસો તોડી શકે છે. તમારો વર્ચસ્વવાદી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. તમારા કામ પર ધ્યાન આપવું, નહીં તો મુશ્કેલી ઉભી કરી શકે છે.