Fri. Oct 18th, 2024

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૭/૦૧/૨૪

દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ સુખસર ગામમાં આયોધ્યા ધામની ઉજવણી નિમિતે આજ રોજ સુખસરનાં તમામ ગ્રામ જનોદ્વારા આજે અક્ષત કળશની શોભા યાત્રાનું ભવ્ય અને ધુમધામથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેનાં સાથે ૨૨ જાન્યુઆરી આયોધ્યા ધામ એટલે ભગવાન શ્રી રામજીની જન્મભૂમી છે ત્યાં ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે તો તેના માટે સાથે સાથે રામભક્ત પ્રેમીઓ ઘરે ઘરે જઈને સર્વ ભક્તોને આમંત્રણ પાઠવ્યું હતું.

આજનો આ ભવ્ય કાર્યક્રમ ભક્ત પ્રેમીઓએ દ્વારા નાચગાન સાથે અને હર્ષોઉલ્લાસ પૂર્વક પુર્ણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં બાળકોથી લઈને બધાજ ભક્તોએ પોતાનું યોગદાન આપીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દિધો હતો અને સાથે સર્વ ભક્તો રોજ સાંજે સંધ્યા ફેરીનું કાર્યક્રમ કરે છે અને રોજ સાંજે સર્વ ભક્તો મળીને રામધુન સાથે સંધ્યા ફેરી ફરીને ભક્તોના મનમાં ભક્તિ અને આયોધ્યાં ધામની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભક્તિ જાગૃત કરે છે.

 

 

આપનો ધર્મ સનાતન ધર્મ છે અને કહીયે તો છીએ કે ગીતાથી આપડે જ્ઞાન મળિયું, રામાયણથી રામ અને આપણે ઘણા ભાગ્યશાળી છીએ આપણને હિંદુ ધર્મમાં જન્મ મળ્યો એટલે કે આપણા ધર્મ નાં કામમાં કઈ રીતે ઉપયોગી બનીયે તે મહત્વનું છે.અને સાથે સર્વ સ્વયંમ સેવક અને પોલીસ કર્મીઓ દ્વારા સારી વ્યવશથા કરવામાં આવી હતી.

Related Post

Verified by MonsterInsights