Tue. Sep 17th, 2024

સારા સમાચાર / 12 થી 18 વર્ષનાં બાળકો માટે ટૂંક સમયમાં આવી રહી છે આ કંપનીની કોરોના રસી, SCમાં સરકારનું સોગંદનામું

ભારતીય દવાની કંપની ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત નવી કોરોના રસી ટૂંક સમયમાં દેશમાં 12 થી 18 વર્ષની વયના બાળકો માટે ઉપલબ્ધ થશે. કેન્દ્રએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે. દેશમાં કોરોના રસી માટે ઓછામાં ઓછી વય 18 વર્ષ છે. દેશમાં 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

એક અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે દેશના તમામ વયના લોકોને વર્ષના અંત સુધી કોરોનાની રસી લગાવી દેવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે 18 થી વધુ વયના 93 થી 94 કરોડ લોકોને 186.6 કરોડ ડોઝની જરૂર પડશે.

લોકો હવે સીધા રસીકરણ કેન્દ્રોમાં જઈને રસી લગાવી શકે છે

સરકારે કહ્યું કે લોકો સીધા રસીકરણ કેન્દ્રોમાં જઈને રસી લગાવી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ રસી માટે અડચણરૂપ નથી. મોદી સરકારે સુપ્રીમ કોર્ટને એમ પણ કહ્યું હતું કે સોમવારે અમલમાં આવેલી નવી નીતિ હેઠળ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વિના મૂલ્યે રસી આપવામાં આવશે. પારદર્શિતા માટે દરરોજ રસીકરણના આંકડા સાર્વજનિક કરવામાં આવી રહેલ છે.

હવે એનજીઓ પણ વાઉચર ખરીદી શકે છે

સરકારે કહ્યું કે ખાનગી રસીકરણ કેન્દ્રોમાં વાઉચર યોજના શરૂ કરવામાં આવી છે જેથી આર્થિક રીતે નબળા લોકોને પણ આ રસી મળી શકે. આ અંતર્ગત એનજીઓ વાઉચર પણ ખરીદી શકે છે અને જરૂરી લોકોમાં તેનું વિવરણ શકે છે.

 

Related Post

Verified by MonsterInsights