Sun. Sep 8th, 2024

સુખસર ગામમાં કાલના રોજ શ્રી રામજી ભગવાનનું નવનિર્મિત અયોધ્યા ધામનું સ્થાપન માટેનું કાર્યક્રમ યોજાયો.

      આજ રોજ ૫૦૦ વર્ષ જુનાં અયોધ્યા ધામને નવનિર્મિત સ્થાપન કરવામાં આવ્યું છે તેને લઈને ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાર્યક્રમ યોજાયો હતો.

  શ્રી રામ ભગવાનની અયોધ્યા ખાતે થયેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સુખસર ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવતી હતી.

500 વર્ષની લાંબી પ્રતીક્ષા કર્યા બાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે અને આ આનંદ લઈને ગામમાં મહા આરતી, શોભા યાત્રા, દિપોસ્તવ,મહા પ્રસાદી અને સાથે આતસબાજી જેવાં કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવ્યો હતો. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને અનુંલક્ષીને સુખસર ગામમાં અને આસપાસનાં ગામોને લઈને ઘણા હર્ષલ્લાસપૂર્વક ઉજ્જવમાં આવ્યું હતું. સાથે ગામનાં સર્વ મંદિરોમાં ભગવાનની રંગોળી દોરીને અને લાઈટોથી જગમગાવીને પુરા વાતાવરણને શ્રી રામજીના ગુંજન સાથે  આસપાસનાં ગામનાં હજારોની સંખ્યામાં ભકતો રામ ભક્તિમાં મગન થઈને વાજતે ગાજતે શોભા યાત્રાને રમણીય બનાવી દીધું હતું.

 

સુખસર ગામમાં દયાળુ હનુમાનજી મંદિરે સ્વયંમ સેવકો અને મંદિર પરિસર દ્વારા ભક્તિ કાર્યક્રમોની રચના કરીને તેને શાંતી પૂર્વક ઉજ્જવમાં આવ્યું હતું અને સાંજે દિપોસ્તવ કર્યા પછી સંધ્યા આરતી કરીને મહાપ્રસાદીનું  લાવો લીધો હતો અને સાથે પોલીસ કર્મઓ અને  પી. એસ. આઈ સાહેબની મદદથી બંદોબસ્ત સાથે સારો એવો કાર્યક્રમનો શાંતી પુર્વક યોજવામાં આવ્યો હતો.

 

 

 

 

Related Post

Verified by MonsterInsights