-
દેશમાં ફેલાયેલી કોરોના (Corona) મહામારીની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી.
-
સૂત્રોના જણાવ્યાં મુજબ ICMR આ અંગે જલદી ગાઈડલાઈન બહાર પાડશે.
સૂત્રોએ જણાવ્યું કે ICMR દ્વારા કોરોના મહામારી માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સે પ્લાઝમા થેરપી પર ચર્ચા કરી હતી. ટાસ્ક ફોર્સના તમામ સભ્યો એ બાબતે એકમત હતા કે કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરપી પ્રભાવી જણાઈ નથી. આથી તેને સારવારની પદ્ધતિઓની યાદીમાંથી પ્લાઝમા થેરપીને હટાવવી જોઈએ. ચર્ચામાં અનેક સભ્યોએ કહ્યું કે કેટલીક જગ્યાઓ પર આ થેરપીનો અયોગ્ય ઉપયોગ થયો છે તેવું જણાયું છે.
ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ લખ્યો પત્ર લખીને ચેતવ્યા
દેશમાં કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી (Plasma Therapy) ના અતાર્કિક અને બિન વૈજ્ઞાનિક ઉપયોગને લઈને ચેતવ્યા છે. આ ચેતવણી માટે અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવનને પત્ર લખીને જણાવ્યું છે. આ બાબતનો પત્ર એમ્સના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા અને ICMR પ્રમુખ બલરામ ભાર્ગવએ પણ મોકલ્યા છે. જેમાં જનસ્વાસ્થ્ય સાથે જોડાયેલા વ્યવસાયિકોએ કહ્યું કે કોરોનાની સારવાર માટે પ્લાઝમા થેરપી હાલના પુરાવા પર આધારિત નથી.
હાલમાં પ્લાઝમા થેરેપીને છે મંજૂરી ચાલુ છે.
હાલની પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના સારવારની હાલની પદ્ધતિઓ હેઠળ જે વ્યક્તિને કોરોનાના લક્ષણોની શરૂઆત થયે સાત દિવસની અંદર આવા દર્દીઓ આ થેરપીનો ઉપયોગ કરી શકે છે. જે અંતર્ગત કોરોનાથી સાજા થયેલ દર્દીઓ પોતાના પ્લાઝમાનું દાન કરી શકે છે. દાન આપવામાં આવેલ પ્લાઝમાની તપાસ બાદ જ પીડિત દર્દીને તે આપવામાં આવે છે.