Mon. Dec 23rd, 2024

ગાંધીનગર / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ખેડુતોને 8 ની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવશે

ગાંધીનગર : ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ  પડતો નથી. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે.

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં  સિંચાઇના પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે બુધવારથી જુલાઇ સુધીમાં ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવામાં આવશે. રાજ્યમાં હાલમાં ખેડુતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે.

તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીજ પુરવઠો બે કલાક વધારવાનો નિર્ણય કર્યો છે. આમ, હવે રાજ્યના ખેડુતોને બુધવારથી જુલાઈ સુધી 8 ને બદલે 10 કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે.

Related Post

Verified by MonsterInsights