Tue. Dec 3rd, 2024

ઝાલોદ શહેરમાં વસંત મસાલા પ્રા. લિ. અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

  1. તા.૨૩/૧૨/૨૦૨૩

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માર્કેટ યાર્ડમાં આવેલી વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડમાં સ્વ. શ્રી બાપુલાલજીની પુણ્સસ્મૃતિ નિમિતે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું કાર્યક્રમ યોજાયું હતું.

રકતદાન કરવું તે સારું કાર્ય છે અને તે આપડ માટે પણ અને બીજાને પણ મદદરૂપ લાગે છે. માનવતાની મહેક છે અને મહાદાન કેહવાય છે અને સાથે એક મનુષ્યની નાતે એક કર્તવ્ય કેહવાય છે અને તે પુરી નિષ્ઠાપૂર્વક દાન આપવું તે એક સારુ કાર્ય છે.

આમ આજ રોજ  દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં માર્કેટ યાર્ડમાં  સ્વ. શ્રી બાપુલાલજીની પુણ્સસ્મૃતિ નિમિતે આવેલી વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું કાર્યક્રમ યોજાયું હતું તેમાં સારી સંખ્યામાં માણસો હાજર રહ્યા હતાં અને કંપનીના એમ્પ્લોઇઝ અને ગ્રામજનો દ્વારા પણ સારો સાથ સહકાર મળ્યો હતો અને તેમને બ્લડ ડોનેટ પ્રમાણ પત્ર અને કાર્ડ આપવામાં આવ્યું હતું.

 

Related Post

Verified by MonsterInsights