Mon. Dec 23rd, 2024

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના કર્મીની હડતાલથી ઓનલાઇન કામગીરી ઠપ ? આરોગ્ય કેન્દ્રની બહેનોએ તેમનો ટેકો મોબાઇલ જમા કરાવ્યા

દાહોદ – મળતી માહિતી મુજબ જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી ઓની હડતાલને પગલે અલગ અલગ ૨૫ પ્રકારનીઆરોગ્ય સેવાની ઓનલાઇન કામગીરી ઠપ થઈ ગઈ છે. આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવીને ઓનલાઇન કામગીરીનો રિપોર્ટ નહિ મોકલીને વિરોધ નોંધાવી રહ્યા છે. જોકે હાલમાં માત્ર રોગચાળાની કામગીરી કરીને તેનો રિપોર્ટ મોકલવામા આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે લડતઆંદોલન શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે ગત તારીખ- ૨૮ માર્ચ ૨૦૨૨ થી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવીને આરોગ્ય લક્ષી કામગીરીકરી રહ્યાં છે. પરંતુ આરોગ્ય લક્ષી વિવિધ યોજનાની ઓનલાઇન કામગીરીનો રીપોર્ટ મોકલવામા આવતો નથી જેને પરિણામે રાજ્ય સરકાર પાસે હાલમાં આરોગ્યની કેટલી કામગિરી કરવામાં આવી રહી છે તેનો કોઈ જ રિપોર્ટ છેલ્લા ત્રણ દિવસથી મળી રહ્યો નથી જયારે બીજી તરફ આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે બેઠક કરીને પ્રશ્નો ઉકેલવા માટે માંગણી કરી રહ્યા છે. ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ધાવડીયા ફિમેલ હેલ્થ વર્કર બહેનોએ એમનો ટેકો મોબાઈલ જમા કરાવી દીધાં આરોગ્ય કર્મચારી મા મલ્ટીપર્પઝહેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મેલ/ફીમેલ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનીશિયનતાલુકા અને જિલ્લા સુપરવાઈઝર સ્ટાફ જોડાયો છે.

Related Post

Verified by MonsterInsights